રિદ્ધિમા કપૂર સહાનીનો 45એ ફિલ્મી ડેબ્યુ, માતા નીતુ કપૂર અને પુત્રી સાથે ખાસ સફર

Gujarat Pravah Desk
3 Min Read

દાદી કી શાદી સાથેના ડેબ્યુને રિદ્ધીમાએ ‘કમિંગ ફુલ સર્કલ’ ગણાવ્યું રિદ્ધિમા ૪૫ વર્ષની ઉંમરે ડેબ્યુ કરનારી કપૂર પરિવારની સૌથી મોટી ડેબ્યુટન્ટ રિદ્ધિ ફિલ્મમાં પ્રથમ વખત પોતાની પુત્રી સમારા સાથે અને માતા નીતુ કપૂર એમ બંને સાથે સ્ક્રીન શેર કરશે ઋષિ કપૂર અને નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સહાની ૪૫ વર્ષની ઉંમરે, ‘દાદી કી શાદી’થી એક્ટિંગમાં ડેબ્યુ કરી રહી છે. તે કપૂર પરિવારની સૌથી મોટી ડેબ્યુટન્ટ બની રહી છે. આ ડેબ્યુ રિદ્ધિમા માટે ભાવનાત્મક છે અને તે વધુ ખાસ એટલા માટે બને છે કારણ કે તે ફિલ્મમાં પ્રથમ વખત પોતાની પુત્રી સમારા સાથે અને માતા નીતુ કપૂર બંને સાથે સ્ક્રીન શેર કરે છે.ફિલ્મ રિલીઝ પહેલાં એક ઇન્ટરવ્યુમાં, રિદ્ધિમાએ ૪૫ વર્ષની ઉંમરે ગયા વર્ષે પ્રથમ વખત ફિલ્મ સેટ પર કેમેરા સામે આવવાના અનુભવ વિશે અને તેની પુત્રી સમારાની ફિલ્મમાં નાની હાજરી વિશે વાત કરી. રિદ્ધિમાએ કહ્યું, “આ ખરેખર અવિશ્વસનીય અને બહુ જ ઇમોશનલ વાત છે. એવું લાગે છે કે બધું ફરી એક વખત પૂર્ણ ચક્રમાં આવી ગયું છે. મને ખબર છે કે મારા પિતા હંમેશા મારી સાથે છે, હું જે કંઈ પણ કરું તેમાં મને આશીર્વાદ આપે છે. આ વિચાર મને ઘણી શક્તિ અને સાંત્વના આપે છેપ સાચું કહું તો, સૌથી મોટો પડકાર જીવનના આ તબક્કે સંપૂર્ણ નવા વિશ્વમાં પ્રવેશવાનો હતો. નવી શરૂઆતમાં એક નાજુકપણું હોય છે, પણ સાથે સાથે ઘણો ઉત્સાહ પણ હોય છે.” આ ફિલ્મ રિદ્ધિમા માટે એક ખાસ ઑન-સ્ક્રીન અનુભવ પણ લાવે છે, જેમાં તે પોતાની માતા નીતુ અને પુત્રી સમારા સાથે ગીત “સેન્ટી”માં સ્ક્રીન શેર કરે છે. જ્યારે સમારા પાપારાઝી સામે ઘમી સહજ છે, રિદ્ધિમા હજુ પણ ચોકક્સ નથી કે આ ડેબ્યુ—તેનું છે કે તેની પુત્રી માટે એક એક્ટિંગ કૅરિઅરમાં ફેરવાશે કે નહીં.પોતાની દિકરી વિશે વાત કરતાં તેણે કહ્યું, “તેનો ગીતમાં નાનો પરંતુ ખૂબ જ યાદગાર સીન છે. માતા તરીકે, તમારા બાળકને સ્ક્રીન પર જાેવું ખૂબ ગર્વ અને ભાવનાત્મક ક્ષણ હોય છે.”જ્યારે પ્રોડ્યુસર કરણ જાેહરે તેને ૨૦૨૪માં તેનાં લોકપ્રિય રિયલિટી શો ફેબ્યુલસ લાઈવ્સ ઑફ બોલિવૂડ વાઈવ્ઝ માટે પસંદ કરી ત્યારે રિદ્ધિમા પ્રથમ વખત કેમેરા સામે આવી હતી. રિદ્ધિમાએ સ્વીકાર્યું કે આ શો માટે કેમેરા સામે આવવાથી તે સહજ બની શકી અને તેને ઓળખ અને સહજતા મળી, જેના કારણે ટ્રાન્ઝિશન સરળ બન્યું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *