Katy Perry અને Justin Trudeauના રિલેશનશીપની પુષ્ટિ, સાથેની તસવીરો વાયરલ

Gujarat Pravah Desk
1 Min Read

સિંગર કેટી પેરી, કેનેડાના પૂર્વ PM ટૂડો એકબીજાને ડેટ કરી રહ્યાં છે.કેટી પેરીએ બોયફ્રેન્ડ જસ્ટિન ટુડો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી.ગયા વર્ષે જુલાઈ મહિનાથી જ બંને સાથે હોવાની ચર્ચાને વેગ મળ્યો હતો. તે પછી બંનેએ ડિસમ્બર, ૨૦૨૫માં તો સંબંધોનો જાહેર સ્વીકાર કરી લીધો હતો.હોલીવુડ સિંગ કેટી પેરીએ પોતાના બોયફ્રેન્ડ જસ્ટિન ટ્રુડો સાથે રજાઓ વીતાવી તે પળોની તસવીરો શેર કરી છે. તસવીરોમાં જસ્ટિન ટૂડો અને કેટી પેરી ખૂબ નજીક આવી ગયા હોવાનું નજરે પડે છે. ૧૭ સ્લાઈડની તસવીરો શેર કરીને કેટીએ એ બતાવવા પ્રયાસ કર્યાે છે કે જસ્ટિનનું તેના જીવનમાં આવવું તે કેટલું મહત્વનું છે? કેટી પેરીએ ઈનસ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તેની મિત્ર અને મોડેલ મિરાન્ડાકેર પણ જાેવા મળે છે. કેપ્શનમાં લખ્યું છે “એપ્રિલનો વરસાદ મે મહિનામાં ફૂલને જન્મ આપે છે.” વીતેલા કેટલાક સમયથી કેટી પેરી અને જસ્ટિન ટૂડો અનેકવાર સાથે જાેવા મળ્યા છે. ગયા વર્ષે જુલાઈ મહિનાથી જ બંને સાથે હોવાની ચર્ચાને વેગ મળ્યો હતો. તે પછી બંનેએ ડિસમ્બર, ૨૦૨૫માં તો સંબંધોનો જાહેર સ્વીકાર કરી લીધો હતો. બંને લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ નિભાવી રહ્યા છે. કેટી અમેરિકામાં રહે છે જ્યારે ટૂડો કેનેડામાં રહે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *