Jacqueline Fernandez અને Tara Sutariaનું Cannes Film Festival 2026માં ગ્લેમરસ પ્રેઝન્સ, તારાનું ડેબ્યુ ખાસ બનશે

Gujarat Pravah Desk
3 Min Read

તારા સુતરિયા ડેબ્યુ કરશે.જેકલીન ફર્નાન્ડીઝ ફરી એક વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પરત ફરશે.૨૦૨૫માં, તેને રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા ‘વુમન ઇન સિનેમા’ પહેલનાં ભાગરૂપે સન્માનિત કરવામાં આવી હતી.જેકલીન ફર્નાન્ડીઝ ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા જઈ રહી છે, જે ૧૨ મે થી ૨૩ મે, ૨૦૨૬ દરમિયાન ફ્રાન્સમાં યોજાશે. જેક્લિન છેલ્લા કેટલાંક વર્ષાેથી આ ફેસ્ટિવલમાં નિયમિત હાજરી આપી રહી છે, હવે આંતરરાષ્ટ્રીય રેડ કાર્પેટ પર પોતાના દેખાવ માટે તૈયારીઓ કરી રહી છે. બીજી તરફ તારા સુતરિયા પણ કાન ૨૦૨૬માં ડેબ્યુ કરવા તૈયારી કરી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જેકલીને પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં સ્ટાઇલિંગ સેશન્સ અને ઇવેન્ટ માટેના વોર્ડરોબને અંતિમ સ્વરૂપ આપવાનો સમાવેશ થાય છે. કાનમાં તેની હાજરી ઘણીવાર તેની ફેશન ચોઈસિસ માટે ચર્ચામાં રહી છે અને આ વર્ષે પણ તેનાં રેડ કાર્પેટ લૂક માટે આવી જ અપેક્ષાઓ છે.તારા સુતરિયા અંગેના અહેવાલો અનુસાર, “ટોક્સિક પહેલા, તારા કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬માં ડેબ્યુ કરવા જઈ રહી છે, જ્યાં તે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ટોક્સિક પહેલાથી જ ચર્ચામાં છે અને આ ડેબ્યુ તેનાં કૅરિયરનાં નવા વૈશ્વિક તબક્કાની શરૂઆત બની શકે છે.”આ વિકાસ સાથે જાેડાયેલા એક સુત્રએ જણાવ્યું, “જેકલીનના કાનનાં લૂક સતત તેની વૈશ્વિક ઓળખનાં વિકાસને દર્શાવે છે. દર વર્ષે, તે કાળજી રાખે છે કે તેની હાજરી ફક્ત ફેશન અને ગ્લેમર સુધી મર્યાદિત ન રહે, પરંતુ ભારતનું પ્રતિનિધિત્વ સૌમ્યતા અને આત્મવિશ્વાસ સાથે આંતરરાષ્ટ્રીય મંચ પર કરે. આ વર્ષે પણ, તે પોતાની વૈશ્વિક ઇમેજ સાથે સુસંગત અને પોતાના મૂળોને ઉજવણી કરે તેવા અનેક લુકને ધ્યાનપૂર્વક અંતિમ સ્વરૂપ આપી રહી છે.”જેકલીન છેલ્લા કેટલાંક વર્ષાેથી કાન્સ સાથે સતત જાેડાયેલી રહી છે. ૨૦૨૫માં, તેને રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા ‘વુમન ઇન સિનેમા’ પહેલનાં ભાગરૂપે સન્માનિત કરવામાં આવી હતી. તે ફિલ્મ ઉદ્યોગમાં તેનાં યોગદાન માટે પસંદ કરાયેલા આંતરરાષ્ટ્રીય કલાકારોમાં સામેલ હતી.૨૦૨૪માં, જેક્લિને ફેસ્ટિવલમાં હાજર રહી હતી અને ધ સબ્સ્ટન્સ ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. તે વર્ષની તેની હાજરીએ ફેશન અને એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ્સ પર પણ ધ્યાન ખેંચ્યું હતું.જાે આ રિપોર્ટ્સ સાચા સાબિત થાય, તો તારાનું કાન ડેબ્યુ ફક્ત વ્યક્તિગત સિદ્ધિ નહીં રહે, પરંતુ ભારતીય પ્રતિભાના વધતા વૈશ્વિક પ્રભાવને પણ દર્શાવશે. છેલ્લા વર્ષાેમાં, કાનમાં ભારતની હાજરી સતત વધી રહી છે, જ્યાં અભિનેતાઓ, ફિલ્મમેકર્સ અને સર્જકો વિવિધ વાર્તાઓ અને સાંસ્કૃતિક ઓળખને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *