ડાયરેક્ટર-પ્રોડ્યુસર વિધૂ વિનોદ ચોપડાને કાશ્મીરમાં આ ફિલ્મના શૂટિંગ વખતે જે અનુભવ થયો

Gujarat Pravah Desk
1 Min Read

મિશન કાશ્મીર’ ફિલ્મના શુટિંગ વખતે એક શબ્દને કારણે.કાશ્મીરમાં અભિનેતાનો જીવ જાત: વિધૂ વિનોદ ચોપડા. દિગ્દર્શક ‘શૂટિંગ’ શબ્દનો ઉપયોગ કરતા હતા ત્યારે પોલીસ ‘ગોળીબાર’સમજતી હતી.વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ મિશન કાશ્મીર બ્લોકબસ્ટર હિટ ફિલ્મ રહી હતી. પરંતુ ડાયરેક્ટર-પ્રોડ્યુસર વિધૂ વિનોદ ચોપડાને કાશ્મીરમાં આ ફિલ્મના શૂટિંગ વખતે જે અનુભવ થયો તે વાતે તેમને અહેસાસ થઈ ગયો કે કાશ્મીરમાં શુટિંગ કરવું કેટલું ખતરનાક છે. ફિલ્મના શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના એક શબ્દને કારણે અભિનેતાનો જીવજઈ શકતો હતો. એક મુલાકાતમાં તેમણે એ અનુભવની વાત શેર કરી હતી. દિગ્દર્શકે જણાવ્યું કે કેટલાક દૃશ્યોના શૂટિંગ માટે ટીમ સાથે કોર્ડિનેટ કરવા તેઓ વોકી ટોકીનો ઉપયોગ કરી રહ્યા હતા. એક વોકી-ટોકી પોલીસનું હતું અને બીજા વોકી ટોકીની મદદથી ટીમ સાથે કોર્ડિનેટ કરી રહ્યા હતા. તેઓ વોકી ટોકી પર જ્યારે શૂટિંગ (ફિલ્મ) શબ્દનો ઉપયોગ કરતા હતા તો પોલીસને લાગતું હતું કેગોળીબારની વાત થઈ રહી છે. ફિલ્મમાં આતંકવાદી કાશ્મીરની ગલીઓમાં ભાગી રહ્યા હોય તેમ બતાવવાનું હતું. દિગ્દર્શકે શૂટિંગ શબ્દનો ઉપયોગ કરતાં પોલીસ મુઝાતી રહી, તેમને શુટિંગ શબ્દનો અર્થ ગોળીબાર જેવો સમજાતો હતો. આ ભ્રમને કારણે પોલીસ કદાચ અભિનેતાને ગોળી મારી દેત. કારણ એટલું જ અભિનેતા તો અદ્દલ આતંકવાદી જેવા જ દેખાતા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *