મિથુન ચક્રવર્તીની વહુ બની મદાલસા શર્મા

Gujarat Pravah Desk
3 Min Read

કાસ્ટિંગ કાઉચનો ભોગબોડી લેંગ્વેજ ચેક કરવાના બહાને ડિરેક્ટરે કપડાં ઉતારવા કહ્યું!.મદાલસા શર્માએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૯માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ માસ્ટર’થી કરી હતી.એક્ટર મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી શો ‘અનુપમા’માં કાવ્યાનો રોલ ભજવનાર મદાલસા શર્માએ કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કર્યાે છે. એક્ટ્રેસે જણાવ્યું કે કરિયરના શરૂઆતના દિવસોમાં એક જાણીતા ડિરેક્ટરે તેની ‘બોડી લેંગ્વેજ’ ચેક કરવાના બહાને તેની સામે બિકીની પહેરવાની ડિમાન્ડ કરી હતી. મદાલસા તે સમયે ડિરેક્ટર પર ગુસ્સે થઈ ગઈ અને મીટિંગ છોડીને બહાર નીકળી ગઈ.મદાલસા શર્માએ તાજેતરમાં ‘ધ મેલ ફેમિનિસ્ટ’ પોડકાસ્ટમાં પોતાની આપવીતી સંભળાવી. તેણે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેની ઉંમર ફક્ત ૧૯ વર્ષની હતી. એક જાણીતા ફિલ્મમેકરે તેને ફિલ્મ સંબંધિત મીટિંગ માટે બોલાવી હતી. ડિરેક્ટરે તેને કહ્યું કે તે ફિલ્મ માટે એવી છોકરી શોધી રહ્યા છે જે પડદા પર બિકીની પહેરવામાં સહજ હોય. મદાલસાએ જણાવ્યું કે પ્રોફેશનલ રીતે તેને આમાં કોઈ વાંધો નહોતો, તેથી તેણે હા પાડી દીધી.વાતચીત દરમિયાન ડિરેક્ટરે મદાલસાને કહ્યું કે તે અત્યારે તેની સામે બિકીની પહેરીને બતાવે, કારણ કે તે તેની ‘બોડી લેંગ્વેજ’ જાેવા માંગે છે. આના પર મદાલસાએ કડક વલણ અપનાવ્યું. તેણે ડિરેક્ટરને કહ્યું, ‘હું એક પ્રોફેશનલ એક્ટ્રેસ છું. જાે ફિલ્મના સીનની માંગ હોય, તો હું કેમેરા સામે બિકીની કે કંઈ પણ પહેરવા તૈયાર છું કારણ કે તે મારી જાેબનો ભાગ છે. પરંતુ તમારી સામે આ રીતે કપડાં પહેરવા એ મારા કામનો ભાગ નથી.’ મદાલસાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જાે તેની પ્રતિભા પર ભરોસો હોય તો કાસ્ટ કરે, નહીં તો તેને બહાર જવાનો રસ્તો ખબર છે.મદાલસાએ જણાવ્યું કે તેને તરત જ ત્યાંથી ચાલતી પકડી. થોડા દિવસો પછી જ્યારે તેણે તે ફિલ્મની કાસ્ટિંગ સંબંધિત સમાચાર વાંચ્યા, ત્યારે તેને એક બીજી હકીકત ખબર પડી. જે છોકરીને તે રોલ માટે પસંદ કરવામાં આવી હતી, તે ખરેખર તે ડિરેક્ટરને ડેટ કરી રહી હતી. મદાલસાએ કહ્યું કે તે સમયે તેને સમજાયું કે ત્યાં પ્રોફેશનલ કામ કરતાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.મદાલસા શર્માએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૯માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ માસ્ટર’થી કરી હતી. આ પછી તેણે ઘણી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ ૨૦૨૦માં તેને સ્ટાર પ્લસના શો ‘અનુપમા’માં કાવ્યાના પાત્રથી ઘર-ઘરમાં ઓળખ મળી. જાેકે, થોડા સમય પહેલા જ તેણે આ શોને અલવિદા કહી દીધું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *