સ્પિરિટ હવે સલમાન ખાનની ઈદ રિલીઝથી ટક્કર ટાળવા ડિસેમ્બર 2027માં આવી શકે છે

Gujarat Pravah Desk
3 Min Read

સલમાન ખાનની ફિલ્મ સાથે ટક્કર ટાળવા પ્રભાસની સ્પિરિટ માર્ચ 2027 સુધી મુલતવી રહી શકે છે વંગાએ ૧ ડિસેમ્બર, 2027ની તારીખ પસંદ કરી છે કારણ કે તે તેના માટે અગાઉ પણ સારી રહી છે સલમાન ખાને તાજેતરમાં જાહેરાત કરી કે તેની આગામી ફિલ્મ ડિરેક્ટર વંશી પૈડિપલ્લી સાથે કરશે, જેને હાલ પૂરતું SVC63, નામ આપવામાં આવ્યું છે અને આ ફિલ્મ ઈદ 2027 આસપાસ રિલીઝ થશે. આ ર્નિણય પછી પ્રભાસના ચાહકો થોડા ગૂંચવાયા, કારણ કે તેની ફિલ્મ સ્પિરિટ પણ માર્ચ 2027 માં આવવાની અપેક્ષા હતી. પરંતુ લાગે છે કે હવે તેના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વંગાએ ટક્કર ટાળવા માટે પોતાની ફિલ્મની તારીખ બદલવાનો વ્યૂહાત્મક ર્નિણય લીધો છે.પ્રભાસ અને સંદીપ રેડ્ડી વંગાએ તેમની હાઈ-ઓક્ટેન પોલીસ ડ્રામા સ્પિરિટને મૂળ ૫ માર્ચ, 2027 ની જગ્યાએ હવે ૧ ડિસેમ્બર, 2027 એ રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. આ અંગેના અહેવાલો મુજબ, “સલમાને ઈદ 2027 નો સમય નક્કી કર્યાે, જે માર્ચની શરૂઆતમાં આવશે. તે તારીખ લેવાઈ ગયા પછી સ્પિરિટને એ જ સમયગાળામાં રિલીઝ કરવી યોગ્ય લાગતું નહોતું. વંગાની ફિલ્મો લાંબા સમય સુધી ચાલતા બઝ અને ક્લીન રન પર આધાર રાખે છે. તેથી આ વિલંબ પ્રોડક્શનની તકલીફોને કારણે નહીં, પરંતુ વિચારપૂર્વક લેવાયેલો ર્નિણય છે.”સુત્રએ વધુમાં જણાવ્યું કે સંદીપ રેડ્ડી વાંગાને એડિટિંગ, બેકગ્રાઉન્ડ સ્કોર અને હિન્દી, તેલુગુ તથા અન્ય ભાષાઓમાં ફિલ્મને તૈયાર કરવા પૂરતો સમય જાેઈએ છે. “આ પગલું દર્શાવે છે કે મોટી ફિલ્મો હવે શક્ય હોય ત્યાં સુધી બોક્સ ઓફિસ પર ટક્કર ટાળે છે.” ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે વંગાએ ૧ ડિસેમ્બર, 2027 ની તારીખ પસંદ કરી છે કારણ કે તે તેના માટે અગાઉ પણ સારી રહી છે. નોંધનીય છે કે ૧ ડિસેમ્બર, ૨૦૨૩એ તેની અને રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ હતી, જે મોટી હિટ સાબિત થઈ હતી.દિલ રાજુ દ્વારા નિર્મિત SVC63 સલમાન ખાન અને નયનતારાની એકબીજા સાથે પહેલી ફિલ્મ છે. ફિલ્મને માસ એન્ટરટેનર તરીકે રજૂ કરવામાં આવશે, જે ઈદના તહેવાર માટે યોગ્ય માનવામાં આવે છે. બીજી તરફ, સ્પિરિટ એક ઇન્ટેન્સ એક્શન ફિલ્મ છે જેમાં પ્રભાસ એક મજબુત આઈપીએસ ઓફિસરના રોલમાં છે અને ત્રિપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. સ્પિરિટ સિવાય, પ્રભાસ પાસે ફૌજી અને કલ્કી 2898 AD: પાર્ટ ૨ જેવી ફિલ્મો પણ લાઇનમાં છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *