શાહિદ-જાહ્નવી પહેલીવાર રોમ-કોમમાં સાથે જોવા મળી શકે, ઓક્ટોબરમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા

Gujarat Pravah Desk
1 Min Read

આગામી ઓક્ટોબરમાં શૂટિંગ શરુ થઈ શકે જાહ્નવી અને શાહિદ પહેલીવાર સાથે કામ કરે તેવી શક્યતા છેલ્લા કેટલાક સમયથી એક્શન ફિલ્મો કરી રહેલો શાહિદ લાંબા સમયથી એક હળવા સબ્જેકટની શોધમાં હતો શાહિદ કપૂર અને જાહ્નવી કપૂર એક રોમ કોમમાં સાથે કામ કરે તેવી શક્યતા છે. ‘બધાઈ હો’ના ડિરેક્ટર અમિત શર્માએ તેમને એક ફિલ્મની ઓફર કરી છે. આ પ્રોજેક્ટ આગળ વધશે તો ફિલ્મી પડદે પહેલીવાર શાહિદ અને જાહ્નવીનુ કોલબરેશન જાેવા મળશે. છેલ્લા કેટલાક સમયથી એક્શન ફિલ્મો કરી રહેલો શાહિદ લાંબા સમયથી એક હળવા સબ્જેકટની શોધમાં હતો. બીજી તરફ જાહ્નવી પણ બોલિવુડમાં કારકિર્દી સ્થિર થાય તેવી કોઈ સારી ફિલ્મ શોધી રહી છે. અમિત શર્માના પ્લાનિંગ પ્રમાણે ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરમાં શરુ થવાનું છે. હાલ ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટને ફાઇનલ થઈ રહી છે. આ ફિલ્મને આવતાં વર્ષના મધ્યમાં રીલિઝ કરાશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *