સૈફ અલી ખાને કહ્યું, પ્રોડ્યુસર તરીકે શાહરુખ ખાન ડિરેક્ટરને આપે છે સંપૂર્ણ આઝાદી

Gujarat Pravah Desk
2 Min Read

પ્રોડ્યુસર તરીકે શાહરુખ ડિરેક્ટરને પુરતી આઝાદી આપે છે.પ્રોડ્યુસર શાહરુખ ખાન ક્યારેય સેટ પર નથી આવતો : સૈફ અલી ખાન.શાહરુખ અને સૈફે ૨૦૦૩ની ફિલ્મ ‘કલ હો ના હો’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંનેએ એવોર્ડ્સના કૉ-હોસ્ટ તરીકે પણ દર્શકોને મજા કરાવી હતી.
શાહરુખ ખાને પોતાના બેનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ હેઠળ ‘ધ બાર્ડ ઓફ બ્લડ’ અને ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ જેવી અનેક ફિલ્મો અને વેબ સિરીઝનું નિર્માણ કર્યું છે. ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક હોવા ઉપરાંત શાહરુખ ખાન ભારતના અગ્રણી ફિલ્મ નિર્માતાઓમાં પણ સામેલ છે. તેનાં બેનર રેડ ચિલીઝ હેઠળ અનેક બ્લોકબસ્ટર ફિલ્મો અને લોકપ્રિય વેબ સિરીઝ બની છે. હવે તેનાં બેનર હેઠળ નવી ફિલ્મ ‘કર્તવ્ય’ તૈયાર થઈ રહી છે, જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.ગુરુવારે મુંબઈમાં યોજાયેલાં ફિલ્મનાં ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મનાં લીડ એક્ટર અને શાહરુખના જુના મિત્ર મિત્ર સૈફ અલી ખાને ‘પ્રોડ્યુસર શાહરુખ’ વિશે પોતાના અનુભવ જણાવ્યા હતા. સૈફે જણાવ્યું કે શાહરુખ એક એવો પ્રોડ્યુસર છે, જે ડિરેક્ટરને સંપૂર્ણ સર્જનાત્મક સ્વતંત્રતા આપે છે અને શૂટિંગ સેટ પર બહુ ઓછો જાેવા મળે છે. સૈફના શબ્દોમાં, “શાહરુખ ક્યારેય સેટ પર આવતો નથી. તે ડિરેક્ટરને સંપૂર્ણ ળીડમ આપે છે. કદાચ તે સમજે છે કે તેની હાજરી ક્યારેક સેટ પર દબાણ ઉભું કરી શકે છે.”શાહરુખ અને સૈફે ૨૦૦૩ની ફિલ્મ ‘કલ હો ના હો’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંનેએ એવોર્ડ્સના કૉ-હોસ્ટ તરીકે પણ દર્શકોને મજા કરાવી હતી. હવે ‘કર્તવ્ય’ દ્વારા બંને ફરી એકવાર અભિનેતા-નિર્માતા તરીકે સાથે જાેડાયા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *