વડોદરામાં ગણેશ પ્રતિમા વિવાદે ઉગ્ર વળાંક લીધો, આરોપીઓના સરઘસ મામલે હાઇકોર્ટ સખ્ત

Gujarat Pravah Desk
1 Min Read

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.

વડોદરામાં ૨૦૨૫ માં ગણેશોત્સવના તહેવાર નિમિત્તે શ્રીગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકી શાંતિને પલીતો ચાંપનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ઉપરાંત ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી સગીર હોવાનો ખુલાસો પણ થયો હતો.

પોલીસે આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ મંગાવી હતી. વડોદરા માં ગત ઓગષ્ટ મહિનામાં પાણીગેટ નજીક શ્રીજી ની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈને વિવાદ ઊભો થયો છે. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે કોર્ટની અવમાનના થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને સિટી PI સહિત છ અધિકારીઓ સામે અરજી કરવામાં આવી છે.

હાઇકોર્ટે પાંચ આરોપીની અરજી સ્વીકારી છે. રિકન્સ્ટ્રકશન ના નામે પરેડ કરાવી શકાય નહીં તેવું હાઇકોર્ટે કહ્યું છે. સુપ્રીમના નિર્દેશોનું ઉલ્લંઘન કરી આરોપીઓનું સરઘસ કાઢવા મુદ્દે હાઇકોર્ટે જવાબ માંગ્યો છે. ગત ઓગષ્ટ મહિનામાં પાણીગેટ નજીક આ ઘટના બની હતી. જેના કારણે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે આ મામલે સીટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવીને કાર્યવાહી શરૂ કરી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *