બંદરના ટીઝરમાં બોબી દેઓલનો નવો અવતાર ચાહકોને આવ્યો પસંદ

Gujarat Pravah Desk
2 Min Read

કેઓટિક રિલેશનશિપ ડ્રામાથી ચાહકો પ્રભાવિત બોબી દેઓલ ફરી પોતાના નવા અવતારમાં જાેવા મળશે બંદરમાં બોબી દેઓલ અનુરાગ કશ્યપ સાથે પહેલી વાર કામ કરી રહ્યો છે. પહેલેથી જ સિનેપ્રેમીઓમાં આ ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા છે બોબી દેઓલની વધુ એક અલગ રોલવાળી ફિલ્મ બંદરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેનાથી દર્શકોને ફિલ્મમેકર અનુરાગ કશ્યપની નવી ડિરેક્ટોરિયલ ફિલ્મની ઝલક મળી છે. આ ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલમાં છે. નિખિલ દ્વિવેદીની સેળોન મેજિકવર્ક્સ અને ઝી સ્ટુડિયોઝ દ્વારા બનેલી આ ફિલ્મ ૫ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં થિયેટરમાં રિલીઝ થવાની છે.બંદરમાં બોબી દેઓલ અનુરાગ કશ્યપ સાથે પહેલી વાર કામ કરી રહ્યો છે. પહેલેથી જ સિનેપ્રેમીઓમાં આ ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા છે. ટીઝરમાં બોબીને ખૂબ જ અનોખા અવતારમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તેની ચમકદાર અને એનર્જેટીક સ્ક્રીન પ્રેઝન્સ જાેવા મળે છે, જે તેના તાજેતરના ડાર્ક અને ઇન્ટેન્સ રોલ સંપૂર્ણપણે અલગ છે.ટીઝર ફિલ્મની ઊંડાણવાળી વાર્તા અને સ્ટાઈલાઇઝ્ડ વિઝ્યુઅલ ટ્રીટમેન્ટની પણ ઝલક આપે છે. ટીઝરની શરૂઆત રંગીન અને અસ્તવ્યસ્ત દેખાય છે, પરંતુ માહોલ ધીમે ધીમે વધુ ડાર્ક અને ઇમોશનલ બને છે, જે સૂચવે છે કે ફિલ્મ માત્ર મજેદાર સેટઅપ સુધી મર્યાદિત નહીં રહે પરંતુ વધુ કોમ્પ્લિકેટેડ અને ઇમોશનલ અને રિલેશનશિપ આધારિત ક્લેશ તરફ આગળ વધશે. આ ફિલ્મ અંગે ઉત્સુકતા વધારતી બીજી બાબત છે ૭૦ના દાયકાના ક્લાસિક ટ્રેક ‘કમ ઓન બૅબી દિલ કિસ કો દેગી’નું રીક્રિએટેડ વર્ઝન, જે ટીઝરમાં બોબી દેઓલના ડિસ્કો-પ્રેરિત લૂક અને એનર્જેટિક પરફોર્મન્સ સાથે સંભળાય છે. બોબીનું ટ્રાન્સફોર્મેશન ખાસ કરીને તેના એનિમલના રોલ પછી દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. બોબી દેઓલ ઉપરાંત, ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, રાજ બી શેટ્ટી, સપના પબ્બી, સબા આઝાદ, રિદ્ધિ સેન, જિતેન્દ્ર જાેશી, ઇન્દ્રજીત અને નાગેશ ભોંસલે જેવી વિશાળ એન્સેમ્બલ કાસ્ટ મહત્વના રોલમાં જાેવા મળશે. સ્ક્રીનપ્લે સુદીપ શર્મા અને અભિષેક બેનર્જીએ લખ્યું છે, જે પાતાલ લોક, કોહરા અને ઉડતા પંજાબ જેવા પ્રોજેક્ટ્સ માટે જાણીતા છે. તેની હાજરીએ ફિલ્મની વાર્તા અને પાત્રો અંગે અપેક્ષાઓ વધુ વધારી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *