કોગ્નિઝન્ટમાં 15,000થી વધુ કર્મચારીઓની છટણીની તૈયારી, ભારત પર સૌથી વધુ અસર શક્ય

Gujarat Pravah Desk
2 Min Read

આઈટી ક્ષેત્રની અગ્રણી કંપનીમાં છટણી થશે.કોગ્નિઝન્ટમાં મોટા પાયે છટણી (Layoff)ની તૈયારીઓ ચાલી રહી છે.આ વખતે ૧૫,૦૦૦થી વધુ કર્મચારીઓની નોકરી પર જાેખમ તોળાઈ રહ્યું છે અને તેની સૌથી વધુ અસર ભારત પર.આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની કોગ્નિઝન્ટમાં મોટા પાયે છટણી (Layoff) ની તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ વખતે ૧૫,૦૦૦થી વધુ કર્મચારીઓની નોકરી પર જાેખમ તોળાઈ રહ્યું છે અને તેની સૌથી વધુ અસર ભારત પર જાેવા મળી શકે છે. ઓરેકલ અને એમેઝોન પછી આ વર્ષની આ સૌથી મોટી છટણી ગણવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીમાં કુલ ૩,૫૭,૦૦૦થી વધુ વૈશ્વિક કર્મચારીઓ છે, જેમાં ભારતનો હિસ્સો ઘણો મોટો છે.
કંપનીએ અગાઉ જ એવા સંકેત આપ્યા હતા કે છટણીની પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત કર્મચારીઓને વળતર ચૂકવવા માટે અંદાજે ૨૩૦ મિલિયન ડોલરથી ૩૨૦ મિલિયન ડોલર ખર્ચવામાં આવશે. પ્રોજેક્ટ લીપ હેઠળ અલગ રાખવામાં આવેલી આ રકમને જાેતા એવો અંદાજ છે કે આ બજેટ એકલા ભારતમાં જ ૧૨,૦૦૦થી ૧૩,૦૦૦ કર્મચારીઓને આવરી શકે છે. જાે ભારતીય કર્મચારીનો સરેરાશ વાર્ષિક પગાર ૧૫ લાખ રૂપિયા હોય અને તેમને છ મહિનાનું વળતર આપવામાં આવે, તો દરેક કર્મચારીને આશરે ૭.૫ લાખ રૂપિયા મળી શકે છે.
આઈટી સેક્ટરમાં આ છટણી પાછળનું મુખ્ય કારણ ટેકનોલોજીમાં આવી રહેલો બદલાવ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનથી કંપનીઓ હવે જૂના મોડલને છોડીને ઓછા લોકો સાથે વધુ કામ કરવાની પદ્ધતિ અપનાવી રહી છે. કોગ્નિઝન્ટના CEO રવિ કુમાર એસ.એ જણાવ્યું છે કે કંપની હવે જૂના પિરામિડ મોડલને બદલે નાના પિરામિડ મોડલ તરફ આગળ વધી રહી છે, જેમાં ડિજિટલ લેબર અને કાર્યક્ષમ વર્કફોર્સ પર વધુ ભાર મૂકવામાં આવશે.
કોગ્નિઝન્ટ મૂળ અમેરિકાની આઈટી સર્વિસ કંપની છે, પરંતુ તેનો સૌથી મોટો વર્કફોર્સ ભારતમાં છે. આ કંપની બેન્કિંગ, હેલ્થકેર, ઇન્સ્યોરન્સ અને ટેક સેક્ટરના ગ્રાહકોને ડિજિટલ, ક્લાઉડ અને કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપનીનો શેર અમેરિકાના NASDAQ માર્કેટમાં લિસ્ટેડ છે. જાેકે, આ સંભવિત છટણી અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *