દેશની હાલત, પ્રદૂષણ, બેરોજગારી અને ગામડાંની અવગણના: વિકાસની આડઅસરો પર ચિંતાજનક દૃષ્ટિ

Gujarat Pravah Desk
2 Min Read

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.

આજે દેશની હાલત એવી છે કે “વર મરો-કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો”, “દેશ જાય ખાડામાં, નીતિ રહી નેવે.”, “અપના કામ બનતા, ભાડ મે જાયે જનતા?” “પૈસાને પદ પાછળ નેતાઓ ગાંડા?” આ રીતે કોઈ દેશ આગળ ના આવે. આ બધા પડતી ના લક્ષણો છે. પણ આટલેથી વાત અટકતી નથી દેશને માથે ગજબનું સંકટ છે. દેશમાં કરોડો લોકોને કામ નથી લાખો લોકોને બે ટંકના રોટલા પણ નસીબમાં નથી.

ગામડામાં સરખું શિક્ષણ નથી મળતું, સારવારની સગવડો નથી, વાહન વ્યવહારની સુવિધા નથી, શહેરોમાં બધું છે. શહેરો માટે શાસકોને પક્ષપાત છે. ગામડાની શાસકોને પડી નથી. શહેરોમાં નાના-મોટા ઉદ્યોગો વધી રહ્યા છે, તેમાં પુષ્કળ પાણી વપરાય છે ને આમ જનતાને પાણીની તંગી છે? વળી ઉદ્યોગોનું ગંદુ પાણી નદીઓ અને તળાવોમાં ઠલવાય છે? તેથી એના પાણી પીવાલાયક રહ્યા નથી. વાહનો અને ઉદ્યોગોના ધુમાડાથી ચોખ્ખી હવા દુર્લભ બની છે. શહેરોમાં પ્રદૂષણ વધી ગયું છે? અને આ બધાની અસર વાતાવરણ પર થાય છે. એટલે અતિશય ગરમી,ઠંડી,વરસાદ કે વાવાઝોડાની માત્રા વધી છે. જે સમગ્ર જીવસૃષ્ટિ અને ખેતી માટે પણ હાનિકારક છે.

રાસાયણિક ખાતર દવાઓ એ ગામડાની જમીન બગાડી છે. જમીનના રસકસ ચૂસાઈ ગયા છે. ખાતરનો વપરાશ વધી ગયો છે. ખાતરો અને દવાઓ મોંઘાદાટ થઈ ગયા છે. પાકમાં જીવાત પડે છે એને અંકુશમાં લેવા વધુ દવાઓ વાપરવી પડે છે, ઝેરી દવાથી હવા બગડે છે, જમીન બગડે છે અને લોકોના આરોગ્યને મોટી હાનિ પહોંચે છે? આ ઝેર વરસાદના પાણીથી ધોવાઈ ને નદીઓ દ્વારા દરિયામાં જાય અને દરિયામાં માછલાં વગેરે જળચરો નાશ પામે છે? બીજા પશુ-પંખીઓ પણ મરે છે. ચારેય બાજુ ઝેર ફેલાઈ રહ્યું છે? જમીનને ફળદ્રુપ બનાવનારા અળશિયા અને ઇયળો અદ્રશ્ય થવા લાગ્યા છે?

કુદરતનું ચક્ર તૂટી રહ્યું છે. ખેતીમાં ટ્રેક્ટરો વધી રહ્યા છે એટલે બળદની બાદબાકી થતી જાય છે. સુધારાના રવાડે ચઢી દેશ પાયમાલી તરફ આગળ વધ્યો છે. અને વિકાસને નામે વિદેશી દેવાના ડુંગરો ખડકાતા જાય છે. બોલો મેરા ભારત મહાન.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *