ભારતની બિનસાંપ્રદાયિકતા, રાજકારણની હકીકત અને લોકશાહી મૂલ્યો બચાવવાની જરૂર

Gujarat Pravah Desk
2 Min Read

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.

આપણા દેશની સચ્ચાઈ કે વાસ્તવિકતા એ છે કે ભારત દેશની પ્રકૃતિ બિનસાંપ્રદાયિક છે અને તેની આ સંસ્કૃતિનું રક્ષણ કરતા બંધારણને દેશના તમામ નાગરિકોએ વળગી રહેવું જોઈએ. ત્યારે ચાલો આપણે સૌ ભારતને એક કરવા અને બંધારણને બચાવવાની ચળવળમાં જોડાઈએ અને નકારાત્મક તત્વોને જાકારો આપી સાચો ભાઈચારા નો સંદેશ પાઠવીએ.

થોડા સમય પહેલા કોંગ્રેસના રાજકીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાન ભૂલેલા અને ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહેલાં. હાલમાં સ્વાયત સંસ્થાઓની ચૂંટણીના પરિણામોથી ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ના મગજનો પારો છટકી ગયો અને કોંગ્રેસના લોકપ્રિય મહિલા સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરનું જાહેરમાં અપમાન કરી બેઠા. આપણા લોકશાહી દેશમાં ચૂંટણી દરમ્યાન હાર-જીત તો થવાની છે. પરંતુ એનાથી મગજનો પારો ગુમાવવો ના જોઈએ.

આ રાજકારણમાં પડેલો માનવી જાહેર જીવનમાં કેવો હોવો જોઈએ? આ મહત્વની બાબત છે. એનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ. એને બદલે હવે કેટલાક બેરોજગાર-નકામા લોકો બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવવા માટે ચૂંટણી ટાણે પોતાની “દુકાનો” ખોલીને બેસી જાય છે. જેઓ ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને બેફાર્મ ભર્યા વાણી- વિલાસ ભર્યા ભાષણો આપીને ક્યારેય નગરપાલિકા કે મહાનગરપાલિકા જીતી શકે ખરા? શું તેઓ સરકાર રચવા માટે આવશ્યક ધારાસભ્યો કે સાંસદ ચૂંટી શકે એમ છે? આવા દૂરંદેશી વિનાના ફાલતુ માણસોને કારણે ચૂંટણી આજે ચટણી થઈ ગઈ છે. અને જે આવે એ ચાટવા બેસી જાય છે. પણ આવી ચટણી નો સ્વાદ જોઈએ એવો સ્વાદિષ્ટ તો ના જ આવે. જે ક્યારેય પ્રજા (મતદારો)ને તો ભાવે જ નહીં.

આ દેશ બિનસાંપ્રદાયિક છે અને દેશમાં જ્યારે જ્યારે બિન સાંપ્રદાયિક સરકારો આવી છે ત્યારે એવી સરકારોના ફાયદા ખાસ કરી ખ્રિસ્તી, લઘુમતી, દલિત, આદિવાસી અને કચડાયેલા વર્ગો જેવા અનેક ધર્મના લોકો માટે જેમ કે દેશમાં કોઈ નફરતી ભાષણો થતા ન હતા. કોઈની ઉપર ખોટી રીતે કોર્ટ કચેરી કે પોલીસ ફરિયાદો થતી ન હતી, પ્રજાને બોલવાનો ,લખવાનો, આંદોલનો સહિત શાંતિપૂર્વક વિરોધ કરવાનો અધિકાર હતો જેનું પાલન બિનસાંપ્રદાયિક સરકારો સારી રીતે કરી લોકશાહીને જીવંત રાખતી જ્યારે આજનું નકારાત્મક રાજકારણ દેશને ડુબાડશે?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *