અલ્બર્ટામાં અલગાવવાદી આંદોલન તેજ, કેનેડાથી વિભાજન માટે જનમત સંગ્રહની તૈયારી

Gujarat Pravah Desk
2 Min Read

કેનેડાના બે ટૂકડાની તૈયારી અલ્બર્ટાને અલગ દેશ બનાવવા જનમત સંગ્રહ થશે પ્રસ્તાવિત જનમત સંગ્રહમાં લોકોને અલ્બર્ટાને કેનેડાથી અલગ થઈ એક સ્વતંત્ર દેશ બનવું જાેઈએ કે કેમ તેવો સવાલ પૂછવામાં આવશે કેનેડાના પશ્ચિમી રાજ્ય અલ્બર્ટામાં એક સ્વતંત્ર દેશ બનવાની માગ દિવસેને દિવસે વધુ પ્રબળ બની રહી છે. ઓઈલ અને ગેસનો વિપુલ ભંડાર ધરાવતા અને કેનેડાનું પેટ્રોલિયમ હબ ગણાતાં અલ્બર્ટાને કેનેડાથી અલગ કરવા લોકમત સંગ્રહ કરાવવા માટે અલગતાવાદીઓએ શરૂ કરેલી ઝૂંબેશે જાેર પકડ્યું છે. અલગતાવાદીઓના દાવા અનુસાર, તેમણે આશરે ત્રણ લાખથી વધુ લોકોની સહીઓ લીધી છે, જે જનમત સંગ્રહ કરાવવા માટે જરૂરી હોય તેના કરતાં ઘણી વધારે છે. અલગ રાષ્ટ્ર બનાવવાની ચળવળના નેતા મિચ સિલવેસ્ટ્રેના જણાવ્યા અનુસાર, અમે લોકોની સહીઓવાળું આવેદનપત્ર ચૂંટણી અધિકારીઓને સોંપ્યું છે. હવે આ આંદોલન નવા તબક્કામાં પ્રવેશ્યું છે. જાેકે આટલું સમર્થન મળ્યાનો અર્થ જનમત સંગ્રહ થશે જ તેવો નથી. ચૂંટણી પંચ આ તમામ સહીઓની તપાસ કરશે. આ પ્રક્રિયા પર હાલ કોર્ટના આદેશને કારણે રોક લગાવાઈ છે. અલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથે આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જનમત સંગ્રહ માટે જરૂરી ૧.૭૮ લાખ સહીઓથી વધુ સહીઓ મળશે તો વોટિંગની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવશે. જાેકે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ વ્યક્તિગત રીતે કેનેડાથી અલગ થવાની બિલકુલ તરફેણમાં નથી. મળતા અહેવાલો અનુસાર, તમામ કાયદાકીય અવરોધો દૂર થવાના સંજાેગોમાં રાજ્યમાં ૧૯ ઓક્ટોબરના રોજ લોકમત સંગ્રહની સાથે સાથે જ બંધારણ અને ઈમિગ્રેશન જેવા મુદ્દાઓ પર પણ મતદાન કરાવવાની યોજના છે.પ્રસ્તાવિત જનમત સંગ્રહમાં લોકોને અલ્બર્ટાને કેનેડાથી અલગ થઈ એક સ્વતંત્ર દેશ બનવું જાેઈએ કે કેમ તેવો સવાલ પૂછવામાં આવશે. જાેકે કેટલાંક સર્વેના તારણો અનુસાર હજી સુધી માત્ર ૩૦ ટકા લોકોેએ જ મુદ્દાને સમર્થન આપ્યું હોવાથી લોકમત સંગ્રહમાં અલગાવવાદીઓને જીત મળે તેવી શક્યતા નબળી છે. અલ્બર્ટાવાસીઓ ઘણાં વર્ષાેથી કેનેડાથી અલગ થવાની માગ કરી રહ્યાં છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *