‘રાજા શિવાજી’ને મજબૂત ઓપનિંગની આશા, પુણેમાં ભારે એડવાન્સ બુકિંગથી મુંબઈને ટક્કર

Gujarat Pravah Desk
3 Min Read

28 એપ્રિલે U/A 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું.‘રાજા શિવાજી’ હિન્દી અને મરાઠી બંને વર્ઝનમાં અલગ સમયગાળા સાથે રિલીઝ થશે.હાલમાં પુણે ભારતનું સૌથી વધુ પ્રદર્શન કરતું સેન્ટર છે અને તે મુંબઈને પણ ટક્કર આપી રહ્યું છે, જે દુર્લભ ઘટના છે.રાજા શિવાજી ૧ મેના દિવસે રિલીઝ થાય છે અને આ ફિલ્મ પણ ધમાકેદાર શરૂઆત માટે તૈયાર લાગે છે, ખાસ કરીને તેનાં મરાઠી વર્ઝનમાં. રાજા શિવાજીએ ૨૯ એપ્રિલની સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં ૪૦,૦૦૦થી વધુ ટિકિટ વેચી દીધી હતી. મરાઠી વર્ઝનને સ્થાનિક ફલેવર, સ્ટાર કાસ્ટ અને યોગ્ય રિલીઝ સમયને કારણે વધુ લોકપ્રિયતા મળી રહી છે. ૧ મેના રોજ મહારાષ્ટ્ર ડે છે. તેથી ફિલ્મને રાજ્યમાં ત્રણ દિવસનો વીકએન્ડ મળશે. મરાઠીમાં છત્રપતિ શિવાજી મહારાજ પર ઘણી ફિલ્મો બની છે, પરંતુ રાજા શિવાજી સૌથી ભવ્ય ફિલ્મ તરીકે જાેવામાં આવી રહી છે. આથી દર્શકો ટિકિટ ખરીદવા માટે વધુ પ્રોત્સાહિત થયા છે.ટિકિટ બુકિંગ વેબસાઇટ્સ બતાવે છે કે મહારાષ્ટ્રમાં અનેક શોઝ ઝડપથી ભરાઈ રહ્યા છે. મુંબઈમાં પણ સારો પ્રતિસાદ છે, પરંતુ આશ્ચર્યજનક રીતે પુણેમાં ફિલ્મને લઈને ભારે ઉત્સાહ છે. આ માંગને ધ્યાનમાં રાખીને પુણેના ઘણા થિયેટર્સમાં સવારે ૭:૦૦ વાગ્યાથી શો શરૂ કરવામાં આવ્યા છે. મુંબઈના કેટલાક સિનેમાઘરો પણ આ રીતે શો શરૂ કરી રહ્યા છે, પરંતુ તેઓ હજુ પુણે જેટલા આગળ નથી.ટૂંકમાં, હાલમાં પુણે ભારતનું સૌથી વધુ પ્રદર્શન કરતું સેન્ટર છે અને તે મુંબઈને પણ ટક્કર આપી રહ્યું છે, જે દુર્લભ ઘટના છે, જ્યાં બે થિએટર ચેઇનમાં જ ૩૦ એપ્રિલ સુધીમાં ૨૦,૦૦૦થી વધુ ટિકિટ વેચી શકે તેવી સંભાવના છે. નાશિક, લાતુર, સોલાપુર, કોલ્હાપુર, છત્રપતિ સંભાજીનગર જેવા શહેરોમાં પણ એડવાન્સ બૂકિંગ સારું છે.આવા ટિકિટ વેચાણને કારણે મજબૂત ઓપનિંગ દિવસની કમાણી નિશ્ચિત છે. જાેકે, મોટાભાગનાં બૂકિંગ મરાઠી વર્ઝન માટે થયાં છે. હિન્દી વર્ઝનનું બૂકિંગ હજુ સમગ્ર દેશમાં સંપૂર્ણ રીતે શરૂ થયું નથી. રાજા શિવાજી માં રિતેશ દેશમુખ એ છત્રપતિ શિવાજી મહારાજ નો રોલ કર્યાે છે અને તેમની સાથે જેનિલિયા દેશમુખ, સંજય દત્તઅભિષેક બચ્ચન, વિદ્યા બાલન, ફરદીન ખાન, ભાગ્યશ્રી, સચિન ખેડેકર, અમોલ ગુપ્તે, વગેરે છે. અન્ય એક રસપ્રદ વાત એ છે કે, હિન્દી વર્ઝન મરાઠી વર્ઝન કરતાં ટૂંકું હશે. હિન્દી વર્ઝનને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ૨૮ એપ્રિલે ેં/છ ૧૬+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.ફિલ્મનો સમયગાળો ૧૮૭.૦૫ મિનિટ છે, એટલે કે ૩ કલાક ૭ મિનિટ ૫ સેકન્ડ. સીએબીએફસી દ્વારા કોઈ કટ્સ સૂચવવામાં આવ્યા નહોતા કારણ કે તમામ ફેરફારો પહેલેથી મરાઠી વર્ઝન માટે કરવામાં આવ્યા હતા. ફક્ત એક સૂચન હતું કે પ્રકરણનાં નામ, તારીખો, ઘટનાઓ અને સ્થળો હિન્દીમાં દર્શાવવાના. જ્યારે મરાઠી વર્ઝનને ૨૪ એપ્રિલે સર્ટિફિકેટ મળ્યું હતું. તેનો સમયગાળો ૧૯૫.૦૫ મિનિટ છે, એટલે કે ૩ કલાક ૧૫ મિનિટ ૫ સેકન્ડ. એટલે હિન્દી વર્ઝન બરાબર ૮ મિનિટ નાનું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *