મોતની અફવાઓથી નારાજ શક્તિ કપૂર, ખોટા સમાચાર ફેલાવનાર સામે કાનૂની કાર્યવાહી કરશે

Gujarat Pravah Desk
1 Min Read

સોશિયલ મીડિયા પર અફવા વાયરલ થઈ.મોતની અફવા ફેલાતાં શક્તિ કપૂર નારાજ, કાનૂની પગલાંની ચિમકી.શક્તિ કપૂરે એક વિડીયો રીલિઝ કર્યાે હતો. તેણે જણાવ્યું હતું કે મારા વિશે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયા પર બોલિવુડના વિલન શક્તિ કપૂરનાં નિધનની અફવા ફેલાઈ હતી. શક્તિ કપૂર આ અફવાઓથી ભારે નારાજ થયો હતો અને તેણે કહ્યું હતું કે પોતે આ માટે સંબંધિતો સામે કાનૂની પગલાં ભરવાનો છે. શક્તિ કપૂરે એક વિડીયો રીલિઝ કર્યાે હતો. તેણે જણાવ્યું હતું કે મારા વિશે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. હું ખુશ અને સ્વસ્થ છું, આ સમાચારોને અવગણવા વિનંતી છે. મારા માટે આવી અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ મેં એકશન લેવાનો ર્નિણય કર્યાે છે. શક્તિ કપૂરે વધુમાં કહ્યું હતું કે, આ અફવા સાવ ખોટી હોવાથી હું સાઇબર ક્રાઈમમાં ફરિયાદ કરવાનો છું. અનેક લોકોએ શક્તિ કપૂરને સુદીર્ઘ જીવનની શુભેચ્છા પાઠવી હતી

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *