Varanasi શૂટિંગ અટક્યું: 150 પાણીના ટેન્કરોને ના મળતાં S. S. Rajamouliની ફિલ્મ મુશ્કેલીમાં

Gujarat Pravah Desk
2 Min Read

વારાણસી ૨૦૨૭ની સૌથી વધુ અપેક્ષિત ફિલ્મ છે, તે ૭ એપ્રિલે રિલીઝ થશે.રાજમૌલી, પૃથ્વીરાજ સુકુમારનની વારાણસી પાણીને કારણે અટકી.વારાણસીની ટીમે ૧૦,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતા ૧૫૦ પાણીના ટેન્કરો માટે કરેલી વિનંતી અધિકારીઓએ નકારી કાઢી.એસ.એસ. રાજમૌલીની વારાણસી વર્ષની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મ માનવામાં આવે છે, કારણ કે તેમાં રાજામૌલી પહેલી વખત મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે પહેલી વાર એકસાથે કામ કરી રહ્યા છે. આ એક્શન ફિલ્મ સાથે, પ્રિયંકા ચોપરા જાેનાસ પણ ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે. પરંતુ હવે એવા અહેવાલો છે કે ફિલ્મને અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અહેવાલો અનુસાર, હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું કારણ કે અંડરવોટર સીન માટે ૧૫૦ પાણીના ટેન્કરો આપવા માટે મંજૂરી મલી નહીં.તેલુગુના સમાચારના અહેવાલો મુજબ, વારાણસીની ટીમે ૧૦,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતા ૧૫૦ પાણીના ટેન્કરો માટે કરેલી વિનંતી અધિકારીઓએ નકારી કાઢતાં ફિલ્મને અચાનક અવરોધનો સામનો કરવો પડ્યો છે. કહેવાય છે કે શહેરની બહાર બનાવેલા ખાસ સેટ પર મહેશ બાબુ સાથે એક ભવ્ય અંડરવોટર સીક્વન્સ શૂટ કરવાની યોજના હતી.પરંતુ મંજૂરી ન મળતા શૂટિંગ અટકી ગયું. પાણીની વધતી માંગ અને હાલની સપ્લાય સિસ્ટમ પર પડતા દબાણને કારણે, ભલે ટીમ પુરવઠા અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઉઠાવવા તૈયાર હતી, તો પણ ગેર-આવશ્યક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી નહોતી.વારાણસીમાં પ્રિયંકા ચોપરા પણ મન્દાકિની તરીકે, પૃથ્વીરાજ સુકુમારન કુંભા તરીકે અને મહેશ બાબુ રૂદ્રા તેમજ ભગવાન રામના ડ્યુઅલ રોલમાં જાેવા મળશે. સિનિયર અભિનેતા પ્રકાશ રાજ પણ મહત્વના રોલમાં જાેવા મળશે. આ ગ્લોબ-ટ્રોટિંગ એડવેન્ચર ફિલ્મમાં મહેશ બાબુનું પાત્ર કોસ્મિક આપત્તિને રોકવાનો પ્રયાસ કરે છે એવી ચર્ચા છે. વારાણસી હાલ ૭ એપ્રિલ ૨૦૨૭ના રોજ ભવ્ય રિલીઝ માટે તૈયાર થઈ રહી છે.પ્રિયંકાની આવનારી ફિલ્મની વાત કરીએ તો, તેની આવનારી અમેરિકન કોમેડી ફિલ્મ જજમેન્ટ ડેમાં વિલ ફેરેલ, ઝેક એળોન, રેજિના હોલ અને અન્ય કલાકારો સાથે છે. તે હાલમાં પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજમાં છે. મલયાલમ સુપરસ્ટાર પૃથ્વીરાજ પાસે ખલીફા અને સંતોષ ટ્રોફી જેવી ફિલ્મો લાઇનમાં છે. મહેશ બાબુ હાલમાં રાજમૌલીની આ મહાકાય એક્શન-એડવેન્ચર ફિલ્મ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *