સુરતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, 14 નંગ જપ્ત અને પોલીસની કાર્યવાહી

Gujarat Pravah Desk
1 Min Read

અલગ-અલગ બ્રાન્ડની ૧૪ ઈ-સિગારેટ જપ્ત.સુરતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો.પોલીસના જણાવ્યા અનુસાર, આ જપ્ત કરાયેલા જથ્થાની બજાર કિંમત અંદાજે ૬૦,૦૦૦ જેટલી થાય છે.સુરત શહેરમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અને નશાની બદીને ડામવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી ર્જીંય્ પોલીસ સતર્ક બની છે. દરમિયાન બાતમીના આધારે ર્જીંય્ ની ટીમે દરોડો પાડીને એક શખ્સને પ્રતિબંધિત ઈ-સિગારેટ ના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ર્જીંય્ પોલીસે કરેલી કાર્યવાહીમાં મોહમ્મદ યુનુસ અબ્દુલ રહેમાન શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી અલગ-અલગ જાણીતી બ્રાન્ડની કુલ ૧૪ નંગ ઈ-સિગારેટ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ જપ્ત કરાયેલા જથ્થાની બજાર કિંમત અંદાજે ૬૦,૦૦૦ જેટલી થાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ઈ-સિગારેટના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં, કેટલાક તત્વો ચોરીછૂપીથી આ નશીલી વસ્તુઓ વેચી રહ્યા છે. ઝડપાયેલો આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કોને-કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે.
શહેરમાં ખાસ કરીને મોંઘીદાટ ઈ-સિગારેટ અને વેપ (Vape) જેવી નશીલી વસ્તુઓ યુવાધનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જાેખમી છે. સુરત ર્જીંય્ ની આ કામગીરીથી આવા ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *