પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકાર, શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા

Gujarat Pravah Desk
3 Min Read

અગ્નિમિત્રા પોલ સહિત ૫ વિધાયકોએ પણ લીધા મંત્રીપદના થપથ.પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ.સમારોહમાં પીએમ મોદી પોતે સામેલ થયા : આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ સામેલ થયા.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહેશે. રાજ્યમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવનારા સુવેન્દુ અધિકારીએ આજે બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા. કોલકાતામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન થયું. સમારોહમાં પીએમ મોદી પોતે સામેલ થયા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ સામેલ થયા. પ્રોટોકોલ મુજબ મમતા બેનર્જીને પણ સમારોહનું આમંત્રણ અપાયું હતું. સુવેન્દુ અધિકારી ઉપરાંત અન્ય પાંચ મંત્રીઓ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવનારા સુવેન્દુ અધિકારીએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. બંગાળમાં ભાજપની પહેલીવાર સરકાર બની છે. સુનેન્દુ અધિકારીએ શપથ લીધા બાદ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ પીએમ મોદીએ તેમને ગળે લગાવ્યા. સુવેન્દુએ મંચ પર હાજર બધા નેતાઓ સાથે એક એક કરીને હાથ મિલાવ્યા અને બધાએ તેમને શુભેચ્છાઓ પાઠવી. જ્યારે સુવેન્દુ અધિકારી યોગી આદિત્યનાથને મળવા માટે પહોંચ્યા તો તેમણે પોતાનો ગમછો પહેરાવીને તેમનું અભિવાદન કર્યું.
સુવેન્દુ અધિકારી બાદ દિલીપ ઘોષે મંત્રી પદના શપથ લીધા, રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ત્યારબાદ દિલીપ ઘોષે પીએમ મોદી અને તમામ નેતાઓના આશીર્વાદ લીધા.
અગ્નિમિત્રા પોલે પણ દિગ્ગજ ભાજપ નેતાઓની હાજરીમાં શપથ લીધા. ફેશન ડિઝાઈનરમાંથી નેતા બનેલા અગ્નિમિત્રા પોલ આસનસોલ દક્ષિણથી ચૂંટાઈ આવ્યા છે અને તેઓ બંગાળમાં ભાજપના એક મજબૂત મહિલા ચહેરા તરીકે જાણીતા છે.
બનગાંવ ઉત્તરથી ચૂંટાઈ આવેલા વિધાયક અશોક કીર્તનિયાએ પણ શપથ લીધા. તેઓ સતત બે ટર્મથી વિધાયક છે અને મતુઆ સમુદાયના કલ્યાણ માટે સક્રિયા રહ્યા છે.
રાનીબાંધ સીટથી પહેલીવાર વિધાયક બનેલા ક્ષુદીરામ ટુડુએ પણ આજે મંત્રી પદના શપથ લીધા. વ્યવસાયે શિક્ષક એવા ક્ષુદીરામ બંગાળ ભાજપના આદિવાસી ચહેરો છે.
માથાભંગા સીટથી વિધાયક બનેલા નીશિથ પ્રમાણિકે પણ મંત્રી પદના શપથ લીધા. ટીએમસીથી રાજકારણ શરૂ કરનારા નીશિથ ૨૦૧૯માં ભાજપમાં જાેડાયા હતા અને કૂચબિહારથી સાંસદ રહી ચૂક્યા છે. નીશિથ કેન્દ્રીય રાજ્યમંત્રીનો પદભાર સંભાળી ચૂક્યા છે.
૮મી મેના રોજ અમિત શાહ કોલકાતા પહોંચ્યા હતા. જ્યાં શુવેન્દુ અધિકારી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા હતા. શાહે પોતે તેમના નામની જાહેરાત કરી હતી. ત્યારબાદ શુવેન્દુ અધિકારીએ કોલકાતામાં રાજ્યપાલ આર એન રવિ સાથે મુલાકાત કરી અને વિધાયકોના સમર્થનવાળો પત્ર સોંપ્યો અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *