ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ

Gujarat Pravah Desk
1 Min Read

પક્ષીઓના રહસ્યમય મોતથી બર્ડ ફ્લૂનો ખતરો.મહારાષ્ટ્ર સરહદે સઘન ચેકિંગ અને મરઘાઓની હેરફેર પર રોક.આ ગંભીરતાને ધ્યાને રાખીને ડાંગ જિલ્લામાં વન વિભાગ અને પશુપાલન વિભાગને સતર્ક કરી દેવામાં આવ્યા છે.દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લા ડાંગમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ પક્ષીઓના ટપોટપ મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ડાંગના વિવિધ વિસ્તારોમાં અસંખ્ય કાગડાઓના મૃત્યુ થતા આ લક્ષણો ‘બર્ડ ફ્લૂ‘ હોવાની શંકા દ્રઢ બની છે. ખાસ કરીને મહારાષ્ટ્રના નવાપુરમાં મરઘાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ ડાંગ કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બર્ડ ફ્લૂ (એવિયન ઈન્ફલ્યુએન્ઝા) પક્ષીઓમાંથી મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે, જે અત્યંત જાેખમી સાબિત થઈ શકે છે.
આ ગંભીરતાને ધ્યાને રાખીને ડાંગ જિલ્લામાં વન વિભાગ અને પશુપાલન વિભાગને સતર્ક કરી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડાંગ જિલ્લામાં આવતા મરઘાઓ અને અન્ય પક્ષીઓના પરિવહન પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તમામ ફોરેસ્ટ ચેકપોસ્ટને આદેશ આપવામાં આવ્યા છે કે મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોની સઘન તપાસ કરવી અને મરઘાઓનો જથ્થો જિલ્લામાં પ્રવેશે નહીં તેની ખાતરી કરવી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *