‘પગ્લૈટ ૨’ તૈયારીઓ શરૂ: સાન્યાનો ફરી કમબેક, રિલીઝ ડેટ હજી અસ્પષ્ટ

Gujarat Pravah Desk
2 Min Read

હજી સુધી કોઈ સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.સાન્યાની ‘પગ્લૈટ ૨’ના નવા મિશ્રણમાં હવે કેવી નવા-જૂની?.૨૦૨૧માં રિલીઝ થયેલી ‘પગ્લૈટ’નાં તેની અનોખી સ્ટોરીટેલિંગ અને મજબૂત પરફોર્મન્સ માટે ઘણા વખાણ થયા હતા.સાન્યા મલ્હોત્રાની વખણાયેલી ફિલ્મોમાંની એક ફિલ્મ ‘પગ્લૈટ’ની સિક્વલની તૈયારીઓ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. જેમાં ફરી એક વાર સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મનું નામ ‘પગ્લૈટ ૨’ આપવામાં આવ્યું છે અને ફરી એકવાર સીખ્યા એન્ટરટેઇનમેન્ટ અને નેટફ્લિક્સ ઇન્ડિયા સાથે મળીને આ ફિલ્મ બનાવશે. આ અંગેના અહેવાલો અનુસાર, મૂળ ફિલ્મના ડિરેક્ટર ઉમેશ બિસ્ત પણ સિક્વલ માટે પાછા આવી રહ્યા છે.ફિલ્મમેકર નવી વાર્તા અને નવા દૃષ્ટિકોણ સાથે વાર્તાને આગળ વધારશે, સાથે જ તે ભાવનાત્મક અને રમુજી ટોન જાળવી રાખશે, જેના કારણે પહેલી ફિલ્મ ખાસ બની ગઈ હતી. હાલમાં, એ સ્પષ્ટ નથી કે ‘પગ્લૈટ ૨’ ૨૦૨૧ની ફિલ્મની ઘટનાઓને સીધી આગળ વધારશે કે પછી એના જેવી જ થીમ અને પાત્રો સાથે નવી વાર્તા રજૂ કરશે. જાેકે, સિક્વલમાં રમુજ, આંચકો, ફેમિલી ડ્રામા અને પોતાની જાતને ફરી શોધવાનું અનોખું મિશ્રણ જાળવવાની અપેક્ષા છે, જે મૂળ ફિલ્મમાં દર્શકોને ગમ્યું હતું. સિક્વલનું પ્રોડક્શન આશરે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર ૨૦૨૬માં શરૂ થવાની શક્યતા છે. હજી સુધી કોઈ સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.૨૦૨૧માં રિલીઝ થયેલી ‘પગ્લૈટ’નાં તેની અનોખી સ્ટોરીટેલિંગ અને મજબૂત પરફોર્મન્સ માટે ઘણા વખાણ થયા હતા. આ ફિલ્મ એક યુવા વિધવાના જીવનની સફર દર્શાવે છે, જે વ્યક્તિગત નુકસાન, પરિવારની અપેક્ષાઓ અને ભાવનાત્મક પરિવર્તનમાંથી પસાર થાય છે. મુખ્ય ભૂમિકામાં સાન્યા મલ્હોત્રાના અભિનયના પણ ઘણા વખાણ થયા હતા. ગુનીત મોંગા કપૂર અને અચિન જૈન દ્વારા ચાલતુ સીખ્યા એન્ટરટેઇનમેન્ટ છે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ આપવા માટે જાણીતું, જેમ કે અકેડેમી એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’, ‘ધ લંચબોક્સ’, ‘કઠલ’ અને ‘પેડલર્સ’.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *