સોમનાથમાં ઇતિહાસ રચાશે, ૧૧ તીર્થજળથી કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે

Gujarat Pravah Desk
3 Min Read

ઈતિહાસમાં પહેલીવાર જળથી કુંભાભિષેક થશે.સોમનાથ મંદિર ઉપર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થશે.ક્રેનથી વિશાળ કુંભ ૯૦ મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે : સૂર્યકિરણ એર શો બતાવાશે .
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુન:નિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.
“સોમનાથ અમૃતપર્વ ૨૦૨૬”ના વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧મી મેના રોજ સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ ૯૦ મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. ૧૧ તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે. આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું હતું કે, પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જાેવા મળે છે. જ્યાં મોટેભાગે ૧૦-૧૨ વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ શિવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ પર્વ સાથે પ્રભાસક્ષેત્રમાં અનેક ઈતિહાસ રચાવા જઈ રહ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર સોમનાથમાં ૧૧મી મેના રોજ ફાઇટર જેટ દ્વારા દિલધડક સૂર્યકિરણ એર શો યોજાશે.
પ્રભાસક્ષેત્રના આકાશમાં સૂર્યકિરણ એર શો માં છ એરક્રાફ્ટ (ફાઈટર જેટ) દ્વારા આકાશમાં ટ્રાઈકલર સ્મોક ટ્રેઈલ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લૉઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો દ્વારા અલગ-અલગ રોમાંચક ફોર્મેશન દર્શાવવામાં આવશે. વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આ એર શોના શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહેવાસીઓ સાક્ષી બનશે.
એર શો અંગે ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર જનમીત શર્માએ જણાવ્યું હતું કે, એરફોર્સની સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ૧૧મી મેના રોજ સવારે ૧૧ કલાકથી સૂર્યકિરણ એર શો યોજાશે. એરફોર્સના હૉક-એમ.કે – ૧૩૨ શ્રેણીના કુલ છ ફાઈટર જેટ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવશે.
જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ તથા ટીમના કમેન્ટેટર કુ. કંવલ સંધુએ જણાવ્યું હતું કે, ઈતિહાસમાં પહેલીવાર સોમનાથ મંદિર પર સૂર્યકિરણ એર શો થશે. કુલ છ ફાઇટર જેટ આ કવાયતમાં સામેલ થશે. ગ્રુપ કેપ્ટન અને ટીમ લીડર અજય દશરથીના માર્ગદર્શનમાં આ સમગ્ર કવાયત કરવામાં આવશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *