સોનાં-ચાંદીમાં તેજી, ભાવમાં મોટો ઉછાળો; વૈશ્વિક બજારમાં વધારા સાથે ઘરેલુ બજાર પણ ચમક્યું

Gujarat Pravah Desk
4 Min Read

ઘરેલુ બજારમાં પણ બંને કિમતી ધાતુઓ ઉછળી .સોનાના ભાવમાં એકાએક તોતિંગ વધારો, ચાંદી પણ જાેરદાર ઉછળી.કોમેક્સ પર સોનાનો ભાવ લગભગ ૧.૪૩ ટકા વધીને ૪૬૩૩ ડોલર પ્રતિ ઔંસ આસપાસ પહોંચ્યો.સોના અને ચાંદીમાં એકવાર ફરીથી તેજી જાેવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં સોનું ૧ ટકાથી વધુ ચડ્યું. જ્યારે ચાંદીએ પણ ઉછાળો માર્યો અને ૨ ટકા સુધી ચડી ગઈ. અત્રે જણાવવાનું કે બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમી જાેવા મળતા આ તેજી જાેવા મળી રહી છે. કોમોડિટી બજારની વાત કરીએ તો કોમેક્સ પર સોનાનો ભાવ લગભગ ૧.૪૩ ટકા વધીને ૪૬૩૩ ડોલર પ્રતિ ઔંસ આસપાસ પહોંચ્યો. જ્યારે ચાંદી લગભગ ૧.૩૬ ટકા ચડીને ૭૫ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી.
IBJA ની વેબસાઈટ મુજબ ૯૯૯ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું ૩૦૦૦ રૂપિયા વધીને ૧૫૦૬૩૬ પર પહોંચી ગયો જે કાલે સાંજે ૧૪૭૬૩૬ રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં ૫૮૬૮ રૂપિયાનો વધારો જાેવા મળ્યો અને ભાવ ૨૪૬૩૩૩ પર પહોંચ્યો જે કાલે ૨૪૦૪૬૫ પર બંધ થયો હતો.
આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશન સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરે છે. આમ તો ભાવ દેશભરમાં માન્ય છે પરંતુ શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર હોઈ શકે છે.
ભારતીય વાયદા બજાર MCX પર હાલ 1.20PM ના ભાવ જાેઈએ તો ૫ જૂનના વાયદાવાળું ૧૦ ગ્રામ સોનું હાલ ૧.૮૦ ટકા ચડીને ૧૫૨૪૫૦ રૂપિયા પર જાેવા મળી રહ્યું છે. જ્યારે ૩ જુલાઈના વાયદાવાળી એક કિલોગ્રામ ચાંદી ૩ ટકા ઉછળીને ૨૫૧૬૪૨ રૂપિયાના સ્તરે જાેવા મળી છે.
વાત જાણે એમ છે કે આ તેજી પાછળ સૌથી મોટું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલો ઘટાડો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ કહ્યું કે ઈરાન સાથે સમજૂતિ મુદ્દે સારી પ્રગતિ થઈ રહી છે. આ નિવેદન બાદ ઓઈલ બજારમાં દબાણ જાેવા મળ્યું અને ભાવ પણ નીચે ગયો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ લગભગ ૧૦૮ ડોલર પ્રતિ બેરલ અને WTI લગભગ ૧૦૦ ડોલર આસપાસ પહોંચી ગયું.
ઓઈલના ભાવમાં ઘટાડાની સીધી અસર સોના અને ચાંદી પર પડે છે. જ્યારે ક્રૂડ ઓઈલ સસ્તું થાય તો મોંઘવારીનું દબાણ થોડું ઘટે છે. જેનાથી કેન્દ્રીય બેંકો પર વ્યાજ દરો વધારવાનું દબાણ ઘટે છે. આ જ કારણ છે કે રોકાણકારો સોના અને ચાંદીમાં ખરીદી વધારે છે.
જાે કે હજુ પણ બજારમાં સંપૂર્ણ રીતે રાહત નથી. એક્સપર્ટ્સનું કહેવું છે કે સોના અને ચાંદીમાં આ તેજી સીમિત રહી શકે છે. કારણ કે મજબૂત અમેરિકી ડોલર અને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી અનિશ્ચિતતાઓ તેના પર અસર કરી શકે છે. આ ઉપરાંત રોકાણકારો હવે અમેરિકી આર્થિક આંકડાની રાહ જાેવે છે ખાસ કરીને રોજગાર સંબંધિત ડેટા પર બધાની નજર છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ અમેરિકામાં રોજગારના આંકડા મજબૂત આવે અને પગારમાં વધારો જાેવા મળે તો અમેરિકી પેડરલ રિઝર્વ લાંબા સમય સુધી વ્યાજ દર ઊંચા રાખી શકે છે. આવામાં સોનાના ભાવ પર દબાણ વધી શકે છે. જ્યારે ઘરેલુ બજારમાં પણ સોનાના ભાવને નીચલા સ્તર પર સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે પણ ભાવમાં હળવો ઘટાડો આવે છે ત્યારે રોકાણકારો ખરીદી કરી લે છે જેનાથી બજારને સહારો મળે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *