INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે TVK સાથે હાથ મિલાવતા DMK નારાજ, લોકસભામાં અલગ બેઠકની માંગ

Gujarat Pravah Desk
2 Min Read

INDIA ગઠબંધનમાં ભંગાણ કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ બદલાયેલા રાજકીય સંજાેગોને ધ્યાનમાં રાખીને ડ્ઢસ્દ્ભ એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઈનકાર કરી દીધો
રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે લડવા માટે બનેલા વિપક્ષી ગઠબંધન INDIA ના ભવિષ્ય પર હવે સવાલો ઊભા થયા છે. તમિલનાડુમાં દાયકાઓ જૂની મિત્રતા તોડીને કોંગ્રેસે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) સાથે હાથ મિલાવતા DMK નારાજ થયું છે. આ બદલાયેલા રાજકીય સંજાેગોને ધ્યાનમાં રાખીને DMK એ હવે લોકસભામાં કોંગ્રેસની સાથે બેસવાનો ઈનકાર કરી દીધો છે.
DMK ના સાંસદ કનિમોઝી કરુણાનિધિએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને વિનંતી કરી છે કે ગૃહમાં DMK સાંસદોની બેઠક વ્યવસ્થા બદલવામાં આવે. પત્રમાં તેમણે સ્પષ્ટપણે બદલાયેલા રાજકીય સંજાેગો અને કોંગ્રેસ સાથે ગઠબંધનનો અંત આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. કનિમોઝીએ જણાવ્યું છે કે હવે કોંગ્રેસની બાજુમાં બેસવું યોગ્ય નથી, તેથી DMK ના ૨૨ સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ ગૃહમાં પોતાની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવી શકે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બે દિવસ પહેલા કોંગ્રેસે તમિલનાડુમાં સત્તા મેળવવાના હેતુથી DMK ને છોડીને વિજયની પાર્ટી TVK સાથે ગઠબંધન કરવાનો ર્નિણય લીધો. DMK ના નેતાઓએ આ પગલાને પીઠમાં છરો ભોંકવા સમાન ગણાવ્યું છે. આ ઘટનાક્રમ બાદ INDIA ગઠબંધનના અન્ય પક્ષોમાં પણ વિખવાદ જાેવા મળી રહ્યો છે. કેટલાક નેતાઓ તેને રાજકીય રણનીતિ કહી રહ્યા છે, તો કેટલાક તેને વિશ્વાસઘાત ગણાવી રહ્યા છે. ગઠબંધનમાં પડી રહેલી તિરાડો વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તેઓ એવા લોકોમાંથી નથી જે મુશ્કેલ સમયમાં સાથીઓને છોડી દે છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે અખિલેશનું આ નિવેદન ઘણું મહત્ત્વ ધરાવે છે. આ ઘટનાક્રમો સૂચવે છે કે INDIA ગઠબંધનમાં અત્યારે બધું બરાબર નથી અને આગામી સમયમાં વિપક્ષી એકતા માટે મોટા પડકારો ઊભા થઈ શકે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *