કેરલમમાં કોંગ્રેસની મોટી જીત: UDF બહુમતી સાથે સરકાર, રાહુલ ગાંધીની રણનીતિની જીત

Gujarat Pravah Desk
2 Min Read

કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા.આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત.યુડીએફ કેરલમમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે.કેરલમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગઠબંધનની બહુમતી સાથે જીત થઈ છે. અત્યાર સુધીના ડેટા મુજબ કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ગઠબંધને કુલ ૯૯ બેઠકો જીતી લીધી છે, તેમાંથી કોંગ્રેસે સૌથી વધુ ૬૩ બેઠકો જીતી છે.
આ ભવ્ય જીત બાદ કોંગ્રેસે ગઠબંધનની જીતને ‘યુડીએફની એકતાની જીત’ ગણાવી છે.
કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અમારા ગઠબંધનને કેરલમમાં ખૂબ મોટી જીત મળી છે. આ જીત બદલ અમે કેરલમની પ્રજા અને દેશભરમાં પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવીએ છીએ.
કેરલમની પ્રજાએ UDFને માત્ર બહુમતી જ નહીં, ભારે બહુમતીથી જીત અપાવી છે.
પ્રતાપગઢીએ વધુમાં કહ્યું કે, ‘કેરલમમાં મળેલી જીત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની રણનીતિની યુડીએફની એકતાની અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જીત છે. કોંગ્રેસ સાંસદ કે.સી.વેણુગોપાલની લોકોને એક રાખવાની રણનીતિ પણ આ જીત છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસે વધુ એક રાજ્યમાં જીત મળી છે, હવે અમારા મુખ્યમંત્રીઓની સંખ્યામાં વધુ એક વૃદ્ધિ થઈ છે. યુડીએફ કેરલમમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. હું રાજ્યમાં વરિષ્ઠ પર્યવેક્ષક હતો, જેથી આ જીતથી હું ખૂબ જ ખુશ છું.’
કોંગ્રેસ નેતા અને તેલંગણા ફિશરમેન કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડના અધ્યક્ષ મેટૂ સાઈએ કેરલમમાં યુડીએફની જીતને કોંગ્રેસ કાર્યકર્તાઓની જીત ગણાવી છે. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ અલકા લાંબાએ, કોંગ્રેસ અધ્યક્ષ સની જાેસેફે કેરલમમાં કોંગ્રેસની જીતથી ખુશી વ્યક્ત કરી છે. તેઓએ કેરલમની પ્રજા, મતદારો અને પાર્ટી નેતૃત્વનો આભાર માન્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *