મુન્દ્રા પોર્ટ પર ૮૨.૮૦ લાખની બનાવટી સિગારેટ જપ્ત કરાઈ

Gujarat Pravah Desk
3 Min Read

સુરત ટ્રેનમાંથી ૬.૩૨ કરોડનું એમડી ડ્રગ્સ અને.મુન્દ્રા પોર્ટ પર ૮૨.૮૦ લાખની બનાવટી સિગારેટ જપ્ત કરાઈ.૨.૦૨૪ કિલો ડ્રગ બ્રાન્ડેડ પગરખાના બોક્સમાં ગિફ્ટ રેપ કરીને છુપાવવામાં આવ્યું હતું : ડ્રગ્સ પેડલર મહિલાની ધરપકડ કરાઈ.દેશના તમામ એરપોર્ટ અને પોર્ટ પરથી દાણચોરીની સાથે સાથે હવે ડ્રગ્સ ગાંજાે હિરોઈન જેવા નશીલ પદાર્થાેની હેરાફેરી સતત વધી રહી છે, જેના કારણે સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. DRIના અધિકારીઓએ સુરત રેલવે સ્ટેશન પર ઓપરેશન પાર પાડી ૬.૩૨ કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ઝડપી લીધી છે. જ્યારે મુન્દ્રા પોર્ટ પરથી મિસ ડેકલેરેશનમાં આવી રહેલી ૮૨.૮૦ લાખ બનાવટી સિગારેટ સ્ટિક પણ ઝડપી લીધી છે, જેની કિંમત ૧૯.૮૭ કરોડ રૂપિયા થાય છે.સુરત રેલવે સ્ટેશન પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ બાતમીના આધારે દરોડો પાડીને ૬.૩૨૧ કિલોગ્રામ એમડી ડ્રગ જપ્ત કર્યું છે. દિલ્હીથી મુંબઈ જતી ટ્રેન નંબર ૦૪૦૦૨ (હઝરત નિઝામુદ્દીન–દાદર સ્પેશિયલ)માં મુસાફરી કરતી એક મહિલા પેસેન્જરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિલાની બે ટ્રોલી બેગમાંથી છુપાવેલા નશીલા પદાર્થાે મળી આવ્યા હતા. જેમાં ૨.૯૦૫ કિલો ડ્રગ બેગમાં ખાસ બનાવેલા ચોર ખાનામાંથી મળી આવ્યું હતું, જ્યારે ૨.૦૨૪ કિલો ડ્રગ બ્રાન્ડેડ પગરખાના બોક્સમાં ગિફ્ટ રેપ કરીને છુપાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧.૩૯૨ કિલો ડ્રગ નવા શર્ટના પેકિંગ વચ્ચે છુપાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ ડ્રગ્સની એફએસએલના અધિકારીઓ પાસે તપાસ કરાવી ખરાઈ કર્યા બાદ ડ્રગનો જથ્થો કબજે લઈ મહિલાની ધરપકડ કરી છે અને આ મહિલા કેટલા સમયથી ડ્રગની હેરાફેરી કરતી હતી અને આ જથ્થો તે કોના માટે લઈ જતી હતી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.મુન્દ્રા પોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI), અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ સિંગાપોરથી આવેલા અને દાદરી ACPI CFS માટે મોકલાયેલા એક શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તપાસ કરવામાં આવી હતી. આ કન્ટેનરમાં માલને ટોયલેટ ટિશ્યુ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને તેના માટે બિલ ઓફ એન્ટ્રી પણ નોંધાયેલું ન હતું. અધિકારીઓએ તકેદારી સાથે તપાસ કરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ૮૨.૮૦ લાખ ગોલ્ડ ફ્લેક બ્રાન્ડની સિગારેટ સ્ટિક્સ મળી આવી હતી. IPR પ્રતિનિધિના ચકાસણી બાદ આ સિગારેટ નકલી હોવાનું બહાર આવ્યું હતું. જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત ૧૯.૮૭ કરોડ ગણાય છે. હાલ અધિકારીઓએ આ સિગારેટનો જથ્થો કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *