પંજાબમાં BSF-આર્મી કેમ્પ નજીક વિસ્ફોટથી ચકચાર, ISI અને ખાલિસ્તાન કનેક્શનની તપાસ તેજ

Gujarat Pravah Desk
3 Min Read

ISI નો હાથ હોવાની આશંકા પંજાબમાં BSF અને આર્મી કેમ્પ નજીક વિસ્ફોટ જાલંધરમાં થયેલા ધડાકા માટે ખાલિસ્તાન લિબરેશન આર્મીએ જવાબદારી લીધી છે અને પોલીસ દ્વારા આ દાવાની ચકાસણી થઈ રહી છે પંજાબમાં સલામતી દળોની બે છાવણી નજીક મંગળવારે રાત્રે અલગ-અલગ બોમ્બ વિસ્ફોટના પગલે ગભરાટ સાથે સાવચેતીનો માહોલ સર્જાયો છે. આ વિસ્ફોટોમાં પાકિસ્તાનની કુખ્યાત આઈએસઆઈનો હાથ હોવાની આશંકા છે, જ્યારે રાજકીય મોરચે પરસ્પર આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે. ઓપરેશન સિંદૂરની જયંતિ પૂર્વે થયેલા આ વિસ્ફોટને સલામતી દળો ઉપરાંત ગુપ્તચર સંસ્થાઓએ અત્યંત ગંભીરતાથી લીધી છે. જાલંધર શહેરનજીક આવેલા બીએસએપના પંજાબ ળન્ટિયર હેકક્વાર્ટરની બહાર મંગળવારે રાત્રે ૮ કલાકે વિસ્ફોટ થયો હતો, જ્યારે બીજાે વિસ્ફોટ રાત્રે ૧૧ના અરસમાં અમૃતસર નજીક આર્મી કેન્ટોનમેન્ટની બહાર થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જાલબંધરમાં બીએસએફ ચોક ખાતે પાર્ક કરાયેલા સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી અને લોકો ગભરાઈ ગયા હતા. જાે કે કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યાે હતો કે, સ્કૂટરમાંથી પહેલા વિસ્ફોટ સંભળાયો હતો અને પછી આગ લાગી હતી. પંજાબના ડીજીપી ગૌરવ યાદવના જણાવ્યા મુજબ, અમૃતસરમાં લો-ઈન્ટેન્સિટીનો બ્લાસ્ટ થયો હતો. કોઈ આતંકવાદી જૂથે જવાબદારી લીધી નથી, પરંતુ પાકિસ્તાનની આઈએસઆઈનો હાથ હોવાની શક્યતા છે. આજે (બુધવારે) ઓપરેશન સિંદૂરની જયંતિ હતી અને અને તેની આગલી રાત્રે પંજાબમાં અરાજકતા ઊભી કરવા આઈએસઆઈ દ્વારા કાવતરું ઘડાયું હોવાની શક્યતા છે.જાલંધરમાં થયેલા ધડાકા માટે ખાલિસ્તાન લિબરેશન આર્મીએ જવાબદારી લીધી છે અને પોલીસ દ્વારા આ દાવાની ચકાસણી થઈ રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, જાલંધર નજીક સળગેલું સ્કૂટર ગુરપ્રીતસિંઘનું છે, જે આ વિસ્તારમાં નિયમિત રીતે પાર્સલ ડીલિવરીનું કામ કરે છે. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ ઈસમ જાેવા મળ્યો છે.જાલંધર વિસ્ફોટમાં એક્સ્પ્લોઝિવ મટિરિયલનો ઉપયોગ થયો હોવાના પ્રાથમિક પુરાવા પણ પોલીસને મળ્યા છે, જાે કે આ મામલે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે. અમૃતસરમાં આર્મી કેન્ટોનમેન્ટની દીવાલ પર કોઈએ વિસ્ફોટક પદાર્થ નાખ્યો હોવાનું પોલીસનું અનુમાન છે. દીવાલ નજીકથી એક ધાતુના ટીનનો ટુકડો મળી આવ્યો છે. આ ટીનના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ વિસ્ફોટોને તુચ્છ ગણાવ્યા હતા અને ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, વિરોધ પક્ષ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. બંગાળ પછી હવે પંજાબનો વારો હોવાનું ભાજપ કહી રહ્યું છે અને તેના ભાગરૂપે જ આ વિસ્ફોટ થયા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ માનની આ ટિપ્પણીને અશોભનીય અને રાજકીય બદઈરાદા પ્રેરિત ગણાવતા કહ્યું હતું કે, તપાસ અહેવાલની રાહ જાેયા વગર અરવિંદ કેજરીવાલના ઈશારે માન આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *