રિયાન પરાગે હાર માટે બોલિંગ ભૂલો જવાબદાર ગણાવી, ૨૨૫ રન છતાં ટીમ નિષ્ફળ

Gujarat Pravah Desk
3 Min Read

મેચ બાદ કેપ્ટન રિયાન પરાગે જણાવ્યા હારના કારણો.બોલિંગ વિભાગમાં અમુક ભૂલો મોંઘી સાબિત થઈ.અમે તેમને મેચમાં હાવી થવાનો મોકો આપ્યો અને એક જ ઓવરમાં અનેક બાઉન્ડ્રી આપી અને ત્યાંજ અમે નિષ્ફળ ગયા.રાજસ્થાન રોયલ્સે કુલ ૨૨૫ રન બનાવ્યા હોવા છતાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. કેપ્ટન રિયાન પરાગે ૯૦ રનની શાનદાર ઇનિંગ રમી, પરંતુ કેએલ રાહુલની ધમાકેદાર અડધી સદીએ તેના પ્રયાસને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યો.
દિલ્હી કેપિટલ્સે તેના આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરીને આ મેચમાં ૭ વિકેટથી વિજય મેળવ્યો. મેચ પછી કેપ્ટન રિયાન પરાગે હાર માટે કોને દોષ આપ્યો, તેના વિશે આ લેખમાં જાણીશું.
મેચ બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ તેની ટીમના પ્રદર્શનથી થોડો નિરાશ દેખાયો. પરાગે કહ્યું કે ૨૦૦ રનનો સ્કોર પૂરતો હતો, પરંતુ બોલિંગ વિભાગમાં અમુક ભૂલો મોંઘી સાબિત થઈ. હાર બાદ બોલતા તેણે કહ્યું કે મને લાગે છે કે અમારો સ્કોર સારો હતો. અહીં, ૨૦૦થી વધુ રનને એક મજબૂત સ્કોર માનવામાં આવે છે. પિચ થોડી ધીમી હોવાની અપેક્ષા હતી, પરંતુ મારું માનવું છે કે અમે વચ્ચેની ઓવરો દરમિયાન વધુ સારી બોલિંગ કરી શક્યા હોત. અમે તેમને મેચમાં હાવી થવાનો મોકો આપ્યો અને એક જ ઓવરમાં અનેક બાઉન્ડ્રી આપી અને ત્યાંજ અમે નિષ્ફળ ગયા.
વ્યૂહાત્મક મોરચે રિયાન પરાગે ડોનોવન ફરેરાની આગળ રવિન્દ્ર જાડેજાને મોકલવાના ર્નિણયનો બચાવ કર્યો. તેણે સ્પષ્ટતા કરી કે આ ર્નિણય લેફ્ટ એન્ડ રાઈલટ કોમ્બિશનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. પરાગે જણાવ્યું કે જ્યારે લગભગ આઠ કે નવ ઓવર બાકી હતી, ત્યારે અમે અમારા ફિનિશરને થોડા લેટ મોકલવા માંગતા હતા. અમારી યોજના સ્પિનરો સામે પ્રતિ ઓવર ૮-૯ રન બનાવવાની હતી જેથી, પાછળથી અમે પહેલા બોલથી જ ફાસ્ટ બોલરોનો આક્રમક રીતે સામનો કરી શકીએ. તે ફક્ત યોજના હતી, તેના વિશે વધુ વિચારવા જેવું કંઈ નથી.
રિયાન પરાગે તેની ફિટનેસ અંગે પણ અપડેટ આપ્યું, જેના કારણે ચાહકોમાં ચિંતામાં થોડો વધારો થયો છે. તેની હેમસ્ટ્રિંગ ઈજાનો ઉલ્લેખ કરતા, તેણે કહ્યું કે તેને આશા છે કે તે ગંભીર નથી. જાેકે, સારી વાત એ છે કે ટીમ પાસે હવે એક અઠવાડિયાનો લાંબો વિરામ છે, જે દરમિયાન તે સ્વસ્થ થઈ શકશે. ૯૦ રનની પોતાની શાનદાર વ્યક્તિગત ઇનિંગ્સ વિશે બોલતા, પરાગે ટિપ્પણી કરી કે ટીમની હાર બાદ આવા આંકડાઓનું કોઈ મૂલ્ય નથી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *