અક્ષય કુમારની ‘ઓહ માય ગોડ 2’ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’, જેણે તેના કન્ટેન્ટથી દરેકના દિલ પર રાજ કર્યું હતું, તે હવે 8 ઓક્ટોબરે Netflix પર સ્ટ્રીમિંગ માટે તૈયાર છે.
અક્ષય કુમારની ‘OMG 2’ OTT પ્લેટફોર્મ Netflix પર ટકરાશે. જેને દર્શકો 8 ઓક્ટોબર 2023થી જોઈ શકશે. નેટફ્લિક્સે પણ ફિલ્મનું પોસ્ટર શેર કરીને આ સારા સમાચાર આપ્યા છે.

તાજેતરમાં જ અક્ષય કુમારે ‘OMG 2’ની OTT રિલીઝ વિશે વાત કરી હતી. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે, “ફિલ્મને થિયેટરોમાં જે ઉષ્માભર્યો આવકાર મળ્યો છે તે જોઈને અમે રોમાંચિત છીએ. આ વાર્તા સરહદોને પાર કરે છે અને દૂર-દૂર સુધી મુસાફરી કરવાને પાત્ર છે. અમને વિશ્વાસ છે કે Netflix સાથે અમે તેને વિશ્વભરના સિનેમા પ્રેમીઓ સુધી પહોંચાડવામાં સફળ રહીશું.”
તમને જણાવી દઈએ કે ‘OMG 2’ ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘Oh My God’ ની સિક્વલ છે.’OMG 2′ ડિરેક્ટર અમિત રાયના નિર્દેશનમાં બની છે. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી, પવન રાજ મલ્હોત્રા, ગોવિંદ નામદેવ, આરુષ વર્મા, અરુણ ગોવિલ અને બ્રિજેન્દ્ર કાલા પણ મુખ્ય ભૂમિકામાં છે.